Video: સારંગપુર પાણીની ટાંકી પાસે હાઈકોર્ટની સુનાવણી પહેલા AMC ડિમોલેશન માટે પહોંચતા સ્થાનિકોનો વિરોધ

સોર્સ: gstv

અમદાવાદના સારંગપુર પાણીની ટાંકી પાસે આવેલા કોમર્શિયલ બાંધકામ તોડવા માટે AMCની ટીમ પહોંચતા જ સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે તેમણે આ ડિમોલેશન સામે હાઈકોર્ટમાં અરજી કરી છે, પરંતુ અરજીની સુનાવણી થાય તે પહેલા જ તંત્ર તોડફોડ માટે પહોંચી ગયું છે. વેપારીઓએ પોતાની દુકાનો ખાલી કરવા માટે તંત્ર પાસે બે દિવસનો સમય આપવાની માંગ કરી છે. સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ કાફલો પણ તાત્કાલિક સારંગપુર પહોંચ્યો હતો અને વિરોધ કરી રહેલા સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાઈકોર્ટની સુનાવણી પહેલા શરૂ થયેલી તંત્રની આ કાર્યવાહીને લઈને વિસ્તારમાં ભારે તણાવ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત