Video: જંકશન પ્લોટમાં યુવકના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો

સોર્સ: gstv

જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા જય એપાર્ટમેન્ટમાંથી યુવાને ઝંપલાવી આપઘાત કર્યાના મામલે પ્રદ્યુમન નગર પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસ મુજબ યુવક તેની ગર્લફ્રેન્ડને મળવા ગયો હતો, ત્યારે અચાનક ગર્લફ્રેન્ડના વાલી આવી જતાં ગભરાઈને યુવકે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. ત્રીજા માળેથી નીચે પટકાતા દિલીપ રાઠોડ નામના 24 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ પ્રદ્યુમન નગર પોલીસે જય એપાર્ટમેન્ટમાં રહેતી યુવતીના પરિવારજનોનું નિવેદન નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચાર શેર કરો

જાહેરાત