Video: સુરેન્દ્રનગરના મુળી તાલુકાના તળાવો ખાલીખમ, ગ્રામજનોમાં રોષ

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની ઘટ વ્યાપક મુશ્કેલી ઊભી કરી રહી છે. મુળી તાલુકાના કુંતલપુર સહિતના ગામોના તળાવો ખાલીખમ થઈ જતાં તળિયા દેખાયા છે. સૌની યોજનાનું પાણી છોડવાનું બંધ કરવામાં આવતા આ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. તળાવો ખાલી હોવાથી માલઢોરને પાણી પીવડાવવા માટે પણ વલખાં પડી રહ્યા છે. ગ્રામજનોએ તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા છે કે ગામમાંથી જ પસાર થતી સૌની યોજનાની લાઈન જામનગર, રાજકોટ અને દ્વારકા સુધી પાણી પૂરું પાડે છે, તો સુરેન્દ્રનગરના તળાવો કેમ નહીં ભરવામાં આવતા? તાત્કાલિક ધોરણે તળાવો ભરવા માંગ ઉઠી છે.
જાહેરાત















