એકતાનગરમાં રૂ. 900 કરોડના ખર્ચે બનશે ગુજરાત વંદના મ્યુઝિયમ, AR-VR અને હોલોગ્રાફિક ટેકનોલોજીનો થશે ઉપયોગ

એકતાનગરમાં રૂ. 900 કરોડના ખર્ચે બનશે ગુજરાત વંદના મ્યુઝિયમ, AR-VR અને હોલોગ્રાફિક ટેકનોલોજીનો થશે ઉપયોગ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

 ગુજરાતના ગૌરવવંતા ઈતિહાસ, સમૃદ્ધ વારસા અને વિકાસયાત્રાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા એકતાનગર ખાતે રૂ. 900 કરોડના ખર્ચે અત્યાધુનિક 'ગુજરાત વંદના મ્યુઝિયમ' તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ રાજ્યના નાગરિકોમાં ગુજરાતના ઈતિહાસ માટે ગર્વની લાગણી જગાવી દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતની સંસ્કૃતિ અને ઈતિહાસથી માહિતગાર કરવાનો છે. 'ગુજરાત વંદના મ્યુઝિયમ' ગુજરાતની ભવ્ય ગાથા અને તેની વિકાસયાત્રાને અદ્ભુત રીતે ઉજાગર કરશે.

મ્યુઝિયમને 7 વિશેષ ગેલેરીઓમાં વહેંચવામાં આવ્યું

મુલાકાતીઓ માટે સરળ અને યાદગાર અનુભવ બનાવવાના માટે આ મ્યુઝિયમને કુલ 7 વિશેષ ગેલેરીઓમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં ઓરિએન્ટેશન ગેલેરી, ઓડિટોરિયમ, ગૌરવ ગેલેરી, બાઉટીંફૂલ ગેલેરી, ઉત્સવ ગેલેરી, શિલ્પ ગેલેરી અને ગુજરાતનું ભવિષ્ય ગેલેરીનો સમાવેશ થાય છે. આ ગેલેરીઓ દ્વારા ગુજરાતની શૌર્ય ગાથા, સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન, મહાગુજરાત ચળવળ તેમજ રાજ્યની સ્વતંત્ર ઓળખને આવરી લેવામાં આવશે.

જાહેરાત

મુલાકાતીઓ વાસ્તવિક અનુભવ કરી શકે તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ

આ સંગ્રહાલયની સૌથી મોટી વિશેષતા તેમાં વપરાયેલી અત્યાધુનિક ટેકનોલોજી છે. મુલાકાતીઓને વાસ્તવિક અનુભવ કરાવવા માટે હોલોગ્રાફિક પ્રસ્તુતિઓ, અત્યાધુનિક ઉપકરણો, મોબાઈલ એપ્લિકેશન્સ તથા સ્માર્ટફોન સાથે સંકલિત ઈન્ટરએક્ટિવ પ્રોજેક્શનોનો સક્રિય ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, મુલાકાતીઓ વધુ અસરકારક રીતે ગુજરાતના સમૃદ્ધ વારસાનો અનુભવ કરી શકે તે માટે AR-Augmented Reality અને VR-Virtual Reality આધારિત અદભુત અનુભવો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પ્રવાસીઓને અન્ય આધુનિક સુવિધાઓ પણ પુરી પડાશે

આ સાથે પ્રવાસીઓ માટે અહીં ઓપન સ્પેસ, શાંતિપૂર્વક બેસીને વિચાર-મંથન કરી શકાય તેવી ખુલ્લી બેઠક વ્યવસ્થા તેમજ ક્લોકરૂમ જેવી તમામ આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત