Video: અમદાવાદમાં AMTS ના નવા રૂટ અને બસો માટે 7 ડિસેમ્બર સુધી સૂચનો મંગાવાયા

અમદાવાદમાં જાહેર પરિવહનનો વ્યાપ વધારવા AMTS દ્વારા નવી બસો અને નવા રૂટ શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ માટે તંત્રે 7 ડિસેમ્બર સુધી નાગરિકો પાસેથી નવા રૂટ, બસ સ્ટોપ અને ફ્રિક્વન્સી અંગે સૂચનો મંગાવ્યા છે, જેના આધારે આગામી બજેટમાં જાહેરાત થઈ શકે છે. બસ સેવા ન હોય કે અપૂરતી હોય તેવા વિસ્તારો, મેટ્રો-રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને કોલેજોને જોડતી ફીડર સેવા અંગે અભિપ્રાય આપી શકાશે. નાગરિકોએ નામ, નંબર અને વિસ્તાર સાથે 7 ડિસેમ્બર સુધી [email protected] અથવા 7069015735 પર સૂચન મોકલવાનું રહેશે. જોકે બસોની અનિયમિતતા વચ્ચે સૂચનોનો કેટલો અમલ થાય છે તેના પર સૌની નજર છે.
જાહેરાત












