Video: પાટણ પોલીસની મેગા ડ્રાઇવ, ખાનગી વાહનો પરથી જ્ઞાતિસૂચક શબ્દો અને સિમ્બોલ દૂર કરાયા

સોર્સ: gstv

પાટણ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના અમલીકરણ માટે મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ચાલેલી આ ઝુંબેશમાં ખાનગી વાહનો પર લખાયેલા જ્ઞાતિસૂચક શબ્દો, સિમ્બોલ અને જાહેરાતનાં લખાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી. મોટર વ્હીકલ એક્ટના ત્રીજા સુધારા અંતર્ગત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. ટ્રાફિકના મુખ્ય વિસ્તારોમાં વાહનોની તપાસ કરી નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વાહનો પર નિયમ વિરુદ્ધનાં લખાણો ન રહે અને ટ્રાફિક નિયમોનું પાલન થાય તે હેતુથી આ ઝુંબેશ હાથ ધરાઈ છે. આગામી દિવસોમાં પણ પોલીસની આ મેગા ડ્રાઇવ યથાવત રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત