Video: પાટણના દુનાવાડામાં ખેડૂતની ઓરડીમાંથી ₹1.70 લાખની ચોરી

પાટણ જિલ્લાના દુનાવાડા ગામમાં ચોરીની ઘટના સામે આવી છે. ખેડૂતના બોરની ઓરડીમાંથી ₹1.70 લાખની કિંમતની સોનાની ચેઈન અને મહત્વના દસ્તાવેજોની ચોરી થઈ છે. બપોરના સુમારે એક અજાણી મહિલાએ ઓરડીમાં પ્રવેશ કર્યો હતો અને લાકડાના કબાટનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગઈ હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીકેમેરામાં કેદ થઈ ગઈ છે. બનાવ અંગે જાણ થતાં હારીજ પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
જાહેરાત















