Video: પાટણના સહસ્ત્રલિંગ તળાવ પાસે નવા વીજ જોડાણની કામગીરી દરમિયાન કરંટ લાગતા કર્મચારીનું મોત

સોર્સ: gstv

પાટણના રાણકી વાવ રોડ પર સહસ્ત્રલિંગ તળાવ પાસે નવા વીજ જોડાણની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન વીજ કર્મચારી નરેશભાઈ રેવાભાઈ પરમારને અચાનક જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નરેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ફરજ દરમિયાન બનેલી આ અકસ્માતની ઘટનાને પગલે વીજ કંપનીના સાથી કર્મચારીઓ અને પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત