Video: રેગિંગ બિલકુલ ચલાવી લેવાય નહીં, વિદ્યાર્થીઓને હેરાન કરવાએ અમાનવીય કૃત્ય :આરોગ્ય મંત્રી

વડોદરાની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં જવાબદાર વિદ્યાર્થીઓ પર કાર્યવાહી બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપી...તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને વિદ્યાર્થીઓને હેરાન કરવા એ અત્યંત અમાનવીય કૃત્ય છે. રાજ્ય સરકારે રેગિંગની ઘટનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને કડક પગલાં ભર્યા છે, જેના ભાગરૂપે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના ૫ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જાહેરાત














