Video: હિંમતનગરમાં કોંગ્રેસના સ્નેહમિલનમાં 2027ની ચૂંટણી જીતવા આહ્વાન, જિલ્લા પ્રમુખની બાદબાકીથી કાર્યકરોમાં રોષ

સોર્સ: gstv

હિંમતનગર વિધાનસભા બેઠકના પૂર્વ ઉમેદવાર કમલેશ પટેલ દ્વારા એક ખાનગી પાર્ટી પ્લોટમાં કોંગ્રેસનો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને મનહર પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મધુસૂદન મિસ્ત્રીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો, જ્યારે ઉપસ્થિત નેતાઓએ કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સક્રિય થવા મીઠી ટકોર કરી 2027ની વિધાનસભા ચૂંટણી સર કરવા આહ્વાન કર્યું હતું. બીજી તરફ, આ સમગ્ર આયોજનમાંથી જિલ્લા પ્રમુખની બાદબાકી કરવામાં આવતા સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોમાં આંતરિક નારાજગી અને રોષની લાગણી ફાટી નીકળી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત