Video: મહેસાણાના મુસાફરોને મોટી ભેટ, વરેઠા–ગાંધીનગર MEMU ટ્રેનનો વટવા સુધી વિસ્તાર

સોર્સ: gstv

મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલની રજૂઆતને સફળતા મળી છે અને વરેઠા–ગાંધીનગર કેપિટલ MEMU ટ્રેનનો વટવા સ્ટેશન સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનના વિસ્તરણને સત્તાવાર મંજૂરી આપી છે. આજથી વટવા-વરેઠા અને આવતીકાલથી વરેઠા-વટવા વચ્ચે વિસ્તૃત સેવા શરૂ થશે. આ ટ્રેનના વિસ્તરણથી મહેસાણા, વિસનગર, વડનગર, કડી અને કલોલના મુસાફરોને સીધી કનેક્ટિવિટી મળશે. વરેઠાથી સવારે 6:15 વાગ્યે ઉપડતી ટ્રેન 10:45 વાગ્યે વટવા પહોંચશે, જ્યારે વટવાથી સાંજે 5:10 વાગ્યે ઉપડી રાત્રે 9:30 વાગ્યે વરેઠા પહોંચશે. જોકે, જૂના સમયપત્રક મુજબ ટ્રેન ચલાવવા માટે સાંસદે વધુ એક રજૂઆત કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત