દાહોદમાં ATSનો તપાસનો ધમધમાટ, જૈશ-એ-મોહમ્મદના આરોપીને સ્થળ પર લાવી કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

દાહોદમાં ATSનો તપાસનો ધમધમાટ, જૈશ-એ-મોહમ્મદના આરોપીને સ્થળ પર લાવી કરાવ્યું રિકન્સ્ટ્રક્શન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દાહોદમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આરોપીના મામલે ગુજરાત ATSની ટીમે તપાસ તેજ કરી છે. ATSની ટીમ આરોપી મોહમ્મદ શહરુલ ઇસ્લામને દાહોદ લાવી વિવિધ સ્થળોએ તપાસ કરી રહી છે. આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે.

ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું

મળતી માહિતી મુજબ, જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાના આરોપસર મોહમ્મદ શહરુલ ઇસ્લામની વડોદરાના જરોદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ATSની ટીમે દાહોદના ખરોડ ખાતે તેની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હાઇવે નજીક હથિયારો મૂકવામાં આવ્યા હોવાની માહિતી સામે આવતા ATSની ટીમ આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

જાહેરાત

દાહોદ-ઝાલોદ રોડ પર ATSની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હથિયારો ક્યાં અને કેવી રીતે મૂકવામાં આવ્યા હતા તેમજ આ સમગ્ર મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ATSની આ કાર્યવાહીથી દાહોદ પંથકમાં ભારે ચર્ચા જાગી છે. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત