Video: દાહોદમાં લીમડી તાલુકાના દાતગઢમાં અદાવતમાં પશુઓનો ઘાસચારો સળગાવી દેવાનો આક્ષેપ

સોર્સ: gstv

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના દાતગઢ ગામે જૂની અદાવતમાં ઘાસચારામાં આગ લગાડવાની ઘટના સામે આવી છે. ટોડી ફળિયામાં મોડી રાત્રે પશુઓના ઘાસચારામાં આગ ચાંપી દેવામાં આવી હોવાનો આક્ષેપ છે. જમીન અને ચૂંટણીની જૂની અદાવતમાં અસામાજિક તત્ત્વોએ આ કૃત્ય આચર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગની ઘટનામાં અંદાજે સાત ટ્રેક્ટર જેટલો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ મોટાભાગનો ઘાસચારો નાશ પામ્યો હતો. પશુપાલક નગજીભાઈ પારગીના પરિવાર સામે હવે પશુઓના નિભાવ અને ખોરાકની મુશ્કેલી ઊભી થઈ છે. ભોગ બનનાર પરિવારે ચાકલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત