Video: છોટાઉદેપુરના કવાંટમાં હર્ષ સંઘવીએ ભાજપ સંગઠન અને યુવા મોરચાને ચૂંટણી તૈયારીઓ માટે આહ્વાન કર્યું

સોર્સ: gstv

કવાંટ ખાતે યોજાયેલી આ બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા, યુવાનોને જોડવા તેમજ સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના ગામડાં સુધી પહોંચાડવા અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવા કાર્યકરોને સંગઠનની તાકાત ગણાવીને આગામી સમયમાં વધુ સક્રિય બની લોકો વચ્ચે રહી કામગીરી કરવા પ્રેરણા આપી હતી. છોટાઉદેપુર જિલ્લામાં ગૃહમંત્રીના ૭૨ કલાકના પ્રવાસ અંતર્ગત કવાંટ, છોટાઉદેપુર, પાવીજેતપુર અને બોડેલી તાલુકાનાં વિવિધ ગામોમાં કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આદિવાસી પટ્ટાના વિસ્તારોમાં ગૃહમંત્રીના રોકાણ અને સંવાદને લઈને સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત