Video: છોટાઉદેપુરના હરદાસપુરમાં મકાનમાં આગ, ઘરવખરી બળીને ખાખ, પરિવારનો આબાદ બચાવ

સોર્સ: gstv

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગ્રામ પંચાયત હેઠળના હરદાસપુર ગામમાં ગત રાત્રે મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. ગામમાં રહેતા બુધિલાલ બચલાભાઈ રાઠવાના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતાં પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ પરિવારના સભ્યો સમયસૂચકતા વાપરી ઘરની બહાર નીકળી ગયા હતા, જેના કારણે તમામનો આબાદ બચાવ થયો અને કોઈ જાનહાનિ થઈ નહોતી. આ આગમાં ઘરવખરી, અનાજ, ખાવા-પીવાની વસ્તુઓ સહિતનો સામાન બળીને ખાખ થતાં પરિવારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત