Video: પાલનપુરના ભાગલ ગામમાં પાણીની સમસ્યા મુદ્દે વિવાદ, મહિલાઓના ભેદભાવના આક્ષેપ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગલ ગામમાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ હવે પાણી પુરવઠાને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. ગામના ઠાકોરવાસની મહિલાઓએ છેલ્લા પાંચથી સાત દિવસથી પીવાનું પાણી ન મળતું હોવાના આક્ષેપ કર્યા છે. મહિલાઓનો દાવો છે કે પાણી માટે દૂર સુધી જવું પડે છે, જ્યારે પશુપાલકોને પણ પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી રહી છે. પાણી પુરવઠામાં ખરેખર ભેદભાવ થઈ રહ્યો છે કે પછી કોઈ ટેકનિકલ સમસ્યા છે, તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
જાહેરાત












