Video: અમરેલીના વાઘણિયામાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટની લોક સુનાવણીમાં વિરોધ, ગ્રામજનોનો બહિષ્કાર

લીલીયા તાલુકાના વાઘણિયા ગામના સર્વે નંબર ૧૦૪ની જમીન પર મેસર્સ અમરેલી બાયોમેડ સર્વિસીસ દ્વારા પ્રતિદિન અઢી ટનની ક્ષમતા ધરાવતો બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરાયું છે, જેને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની હાજરીમાં લોક સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણીમાં વાઘણિયા, નાના લીલીયા, પીપળવા અને ટીંબડી સહિતના ગામોના ગ્રામજનોએ લેખિત અને મૌખિક રીતે વિરોધ નોંધાવી તેનો સામૂહિક બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે પ્લાન્ટ શરૂ થવાથી પશુધન, બાળકો અને વન્ય પ્રાણીઓ પર ગંભીર અસર પડશે તેમજ રસ્તા પર બાયોમેડિકલ કચરો પડ્યો રહેવાથી લોકોના આરોગ્યને જોખમ ઊભું થઈ શકે છે.
જાહેરાત
















