Video: અમરેલીના લીલીયા નજીક શેત્રુંજી નદીના બ્રિજ પરથી લાઇનસર પસાર થયા આઠ સિંહો, અદભુત નજારો

અમરેલી જિલ્લાના લીલીયાના આંબા-જીરા માર્ગ પર એકસાથે આઠ સિંહોની લટાર જોવા મળી હતી. શેત્રુંજી નદીના બેઠા બ્રિજ પરથી આઠેય સિંહો લાઇનસર પસાર થતા જોવા મળ્યા હતા. સિંહોનો આ કાફલો શિસ્તબદ્ધ રીતે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. આ અદભુત નજારો સ્થાનિક વ્યક્તિના મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો. સિંહોની એકસાથે લટારનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને વન્યજીવ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
જાહેરાત












