VIDEO: ભાવનગરમાં મેઘમહેર: શેત્રુંજી ડેમ ઓવરફ્લો, નદીકાંઠાના ગામોને એલર્ટ
સોર્સ : GSTV
ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મહુવામાં સૌથી વધુ 32 મિમી વરસાદ પડ્યો, જ્યારે ગારીયાધારમાં 27, પાલીતાણામાં 23, જેસરમાં 21 અને સિહોરમાં 19 મિમી વરસાદ નોંધાયો છે. તળાજા, ઉમરાળા અને ભાવનગર શહેરમાં પણ સારો વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સરેરાશ 17.1 મિમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ પાલીતાણાનો શેત્રુંજી ડેમ હજુ પણ ઓવરફ્લો છે. હાલ ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખુલ્લા રાખીને 1800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીકાંઠાના અને નીચાણવાળા ગામોને વહીવટી તંત્રએ સતર્ક રહેવા અપીલ કરી છે.

