Video: કંડલા ઇકોનોમિક ઝોનમાં આગ

કચ્છના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં મોડી રાત્રે ટેક્સ પોલિમર નામની કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના વેસ્ટ કપડાંના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં કંડલા ઇકોનોમિક ઝોનના બે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે આગને ઝડપથી કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો સામે આવવાની બાકી છે.








