મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પ્રાંતિજમાં ગેરકાયદે ખનન સામે ખાણ વિભાગનો દરોડો

સોર્સ: gstv

સાબરકાંઠાના પ્રાંતિજ નજીક વાઘપુર વિસ્તારમાં સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકોની ફરિયાદોને આધારે વિભાગની ટીમે દરોડો પાડી રેતી ચોરીમાં વપરાતી ચાર હોડીઓ સહિત ખનનનાં સાધનો જપ્ત કર્યાં છે. નદીમાં પાણીની વચ્ચે રહેલી હોડીઓને બહાર કાઢવા માટે પ્રાંતિજ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે કામગીરી હાથ ધરી ચારેય હોડીઓને પાણીમાંથી બહાર કાઢી હતી. ગેરકાયદે રેતી ખનન સામેની આ કાર્યવાહીને પગલે રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. હવે આ મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો