Video: મણિનગરની એજ્યુનોવા સ્કૂલની માન્યતા રદ છતાં ફી વસૂલાત, DEOએ ફટકારી કારણદર્શક નોટિસ

સોર્સ: gstv

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એજ્યુનોવા સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી હોવા છતાં શાળા દ્વારા શિક્ષણ કાર્ય ચાલુ રાખી વાલીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે DEO દ્વારા સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી કયા આધારે શાળા ચાલુ રખાઈ અને ફી વસૂલાઈ તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. બીજી તરફ, વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે તેમને નજીકની અન્ય માન્યતા પ્રાપ્ત શાળાઓમાં શિફ્ટ કરવા શિક્ષણ નિરીક્ષકને સૂચના અપાઈ છે. હવે સ્કૂલ સંચાલકોના જવાબ બાદ તંત્ર કેવા પગલાં લે છે તેના પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત