Video: જંબુસરમાં સ્મૃતિકુંજ સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન, પાણી અને ફી મુદ્દે કોંગ્રેસના પ્રહાર

સોર્સ: gstv

આ પ્રસંગે મહેશભાઈ સોલંકીએ સ્વર્ગસ્થ મગનભાઈના સેવાકીય કાર્યો અને ખેડૂતો માટેના યોગદાનને યાદ કર્યા હતા. વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ શિક્ષણની વધતી ફી, ખેડૂતોની સમસ્યાઓ અને દુષ્કાળની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ અમિત ચાવડાએ જંબુસરમાં પીવાના મીઠા પાણીની સમસ્યા અને શૈક્ષણિક સંસ્થાઓને ગ્રાન્ટ મળવા મુદ્દે સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ સ્વર્ગસ્થ મગનભાઈ અને મધુબેન સોલંકીની સેવાભાવનાને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત