Video: બોડેલીના મુલધર ગામે સાધુ-સંતો સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની મુલાકાત, સંતોએ આપ્યા આશીર્વાદ

છોટાઉદેપુર જિલ્લાનો ત્રણ દિવસનો પ્રવાસ પૂર્ણ કરતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી બોડેલી તાલુકાના મુલધર ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સાધુ-સંતો સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા. સંતોને મળીને હર્ષ સંઘવી ભાવવિભોર બન્યા હતા અને ત્રણ દિવસના પ્રવાસને લઈને ખુશી વ્યક્ત કરી હતી. બીજી તરફ સંતોએ પણ તેમને આશીર્વાદ આપતાં તેઓ જીવનમાં વધુ આગળ વધે તેવી શુભેચ્છા અને આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ધાર્મિક અને આત્મીય માહોલ જોવા મળ્યો હતો.
જાહેરાત













