Video: નવસારીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭૫૩ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

સોર્સ: gstv

નવસારી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૫૩ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં સીએમએ નવસારીમાં સફાઈ વ્યવસ્થા અંગે પૂછપરછ કરી હતી અને વિકાસકામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા સૂચન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સૌ સાથે મળીને ધ્યાન રાખે તો સારા પરિણામો મળે છે અને ભવિષ્યમાં પણ મળતા રહેશે. વ્યવસ્થિત આયોજન હોય તો વિકાસકામો માટે નાણાંની ફાળવણી કરવામાં સરકારને કોઈ મુશ્કેલી નથી અને બાકી રહેલા કામો સારી રીતે પૂર્ણ થાય તેવા પ્રયાસો સતત જારી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત