Video: નવસારીમાં બિરસા મુંડા જયંતીની ઉજવણી

સોર્સ: gstv

નવસારી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જાણે મંત્રીઓ અને નેતાઓનો શંભુ મેળો જામ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. જિલ્લાના ચાર તાલુકાઓમાં આયોજિત વિશેષ કાર્યક્રમો અંતર્ગત વાંસદામાં અર્જુનભાઈ મોઢવાડિયા, ચીખલીમાં રિવાબા જાડેજા, નવસારી તાલુકામાં રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા તેમજ વેસ્મા ગામ ખાતે સુરતના પૂર્વ મેયર જગદીશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આદિવાસી સમાજના ગૌરવ સમાન બિરસા મુંડાની જયંતીની આ ભવ્ય ઉજવણી પાછળ આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે આદિવાસી મતદારોને રાજી રાખવાનો અને સંગઠન મજબૂત કરવાનો રાજકીય પ્રયાસ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત