Video: નવસારીમાં કુખ્યાત ઘરફોડ ચોર ઝડપાયો

સોર્સ: gstv

નવસારી પોલીસે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી કુખ્યાત 'સીકલકર ગેંગ'ના એક આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી સુરત, વડોદરા અને મહારાષ્ટ્રમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના પાંચ ગુનામાં વોન્ટેડ હતો. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને વધુ કાર્યવાહી માટે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ ગેંગની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસને આશા છે કે આરોપીની પૂછપરછમાં વધુ ગુનાઓના ભેદ ઉકેલાઈ શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત