Video: નવસારીમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: કરોડોના હાઈબ્રિડ ગાંજા સાથે ૪ ઝડપાયા, મુંબઈથી વડોદરા સુધી ફેલાયેલા હતા તાર

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરીને ખારેલ ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પરથી ૩ કરોડ ૨૮ લાખથી વધુની કિંમતના હાઈબ્રિડ ગાંજા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે બે કારને અટકાવીને તપાસ કરતા તેમાંથી ૯ કિલોથી વધુ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ દરોડામાં પોલીસે વાપી અને દમણના રહેવાસી વિષ્ણુ સિંહ, પ્રેમચંદ યાદવ, મિકેત પટેલ અને મુખ્ય સૂત્રધાર પ્રમોદ પાઠકને ઝડપી પાડ્યા છે,
જાહેરાત















