Video: વડોદરાની યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભુવન બામ સામે FIR, પૂછપરછ માટે બોલાવાશે, તપાસ શરૂ

વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં ૨૫ નવેમ્બરે યોજાયેલા 'લવારી' કાર્યક્રમ દરમિયાન યુટ્યુબર ભુવન બામે કથિત અશોભનીય હરકતો અને બિભત્સ ચેનચાળા કર્યા હોવાના આક્ષેપ સાથે યુનિવર્સિટીના સિક્યુરિટી હેડે વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે ભુવન બામ વિરુદ્ધ FIR દાખલ કરી પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે વડોદરા જિલ્લા પોલીસના ડીવાયએસપી પી.એન. પટેલે જણાવ્યું કે કાર્યક્રમના આયોજકોની ભૂમિકાની પણ તપાસ થશે અને ભુવન બામ સહિત આયોજકોને પૂછપરછ માટે બોલાવાશે. અન્ય કલાકારો સામે પગલાં લેવા કે નહીં તે તપાસ બાદ નક્કી કરાશે.
જાહેરાત














