VIDEO: અમરેલીના ધારીના છતડીયા ફાટક નજીક 5 સિંહ રેલ્વે ટ્રેક પર પહોંચ્યા
અમરેલીના ધારી તાલુકાના છતડીયા ફાટક નજીક રેલ્વે ટ્રેક પર પાંચ સિંહો પહોંચી ગયા હતા...

અમરેલીના ધારી તાલુકાના છતડીયા ફાટક નજીક રેલ્વે ટ્રેક પર પાંચ સિંહો પહોંચી ગયા હતા... આ ઘટના અત્યંત જોખમી હોવા છતાં ટ્રેન ડ્રાઈવરની ત્વરિત પ્રતિક્રિયા અને સમયસૂચકતાથી મોટી અકસ્માત ટળી ગયો....ટ્રેન ડ્રાઈવરે તરત જ ટ્રેન થંભાવી દીધી....સરસિયા રેન્જ વન વિભાગની ટીમે ત્વરિત પહોંચીને પાંચેય સિંહોને સુરક્ષિત રીતે રેલ્વે ટ્રેક પરથી દૂર ખસેડ્યા. વન વિભાગ અને રેલ્વે વિભાગના સંયુક્ત પ્રયાસોથી પાંચ સિંહોનો આબાદ બચાવ થયો છે...આ ઘટનામાં કોઈ જાન-માલની હાનિ થઈ નથી.... વન વિભાગે વિસ્તારમાં સતર્કતા વધારી છે.




