VIDEO: અમરેલીના ઠેબી ડેમમાં પાણી આવતા એક દરવાજો ખોલાયો
અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં ગત રાતથી સતત વરસાદ વરસવાને કારણે શહેરના ભાગોળે આવેલા ઠે

અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં ગત રાતથી સતત વરસાદ વરસવાને કારણે શહેરના ભાગોળે આવેલા ઠેબી ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. ડેમની નિર્ધારિત જળસપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો 0.3 મીટર જેટલો ખોલવામાં આવ્યો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા અમરેલી તાલુકાના અમરેલી, પ્રતાપપરા, ફતેપુર અને ચાપાથળ સહિત કુલ ચાર જેટલા ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નદીકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષાના ભાગરૂપે નદીપટ વિસ્તારમાં અવર-જવર ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને.




