Video: સાવરકુંડલામાં પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતના વિવિધ મુદ્દે ભાજપ પર પ્રહાર

સોર્સ: gstv

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં કોંગ્રેસ દ્વારા નવા વર્ષની ઉજવણી નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય ઠાકરશી મેતલિયાના અધ્યક્ષસ્થાને કાઠી વિદ્યાર્થી ભુવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકોની હાજરી વચ્ચે પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પરેશ ધાનાણીએ કાર્યકરો અને નેતાઓ વચ્ચે સમન્વય તેમજ જનતા સાથે સીધા સંવાદને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. જ્યારે પ્રતાપ દૂધાતે ભાજપ પર બેવડા વલણના આક્ષેપો કર્યા હતા અને ખનીજ માફિયા, દારૂના દૂષણ તથા કથિત હપ્તાખોરીના મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત