પંજાબમાં કોંગ્રેસના CMને હરાવનારા ધારાસભ્ય સાથ છોડ્યો, અકાળીદળમાં થયા સામે

પંજાબમાં કોંગ્રેસના CMને હરાવનારા ધારાસભ્ય સાથ છોડ્યો, અકાળીદળમાં થયા સામે
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ચમકૌર સાહિબના વર્તમાન ધારાસભ્ય ડૉ. ચરણજીત સિંહ રવિવારે શિરોમણી અકાલી દળ (SAD)માં જોડાયા છે. તેમણે ચંડીગઢમાં અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલના નિવાસસ્થાને તેમના નેતૃત્વમાં પક્ષની સભ્યતા સ્વીકારી હતી. ડૉ. ચરણજીત સિંહે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ચરણજીત સિંહ ચન્નીને હરાવીને ચર્ચામાં આવ્યા હતા.

અકાલી દળ સાથે જોડાતા આપને ભારે નુકસાન

જાહેરાત

જોકે, 2027ની વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું નહોતું. પક્ષે ચમકૌર સાહિબ બેઠક પરથી તેમની જગ્યાએ બસપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જસવીર સિંહ ગઢીને ઉમેદવાર જાહેર કર્યા છે. ટિકિટ કપાયા બાદથી ડૉ. ચરણજીત સિંહ પક્ષના નેતૃત્વથી નારાજ હતા. તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી હતી. હવે તેઓ અકાલી દળમાં જોડાયા છે. અકાલી દળના વરિષ્ઠ નેતા એનકે શર્માએ કહ્યું કે ડૉ. ચરણજીત સિંહના પક્ષમાં જોડાવાથી આ વિસ્તારમાં પાર્ટીને ઘણું મજબૂત બનાવશે.

અત્યાર સુધી AAPના 4 ધારાસભ્યો પક્ષ છોડી ચૂક્યા

ડૉ. ચરણજીત સિંહના પક્ષપલટા સાથે આગામી ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી છોડનારા ધારાસભ્યોની સંખ્યા 4 થઈ ગઈ છે. આ ચારેય ધારાસભ્યોમાંથી ડૉ. ચરણજીત સિંહ એવા પ્રથમ ધારાસભ્ય છે, જેઓ શિરોમણી અકાલી દળમાં જોડાયા છે. આ પહેલાં 2 નવેમ્બરે AAPના ત્રણ ધારાસભ્યો હરમીત સિંહ પઠાનમાજરા (સનૌર), ચેતન સિંહ જૌડામાજરા (સમાના) અને કુવર વિજય પ્રતાપ સિંહ (અમૃતસર ઉત્તર) નવી દિલ્હીમાં ભાજપમાં જોડાયા હતા.

ભાજપ-અકાલીદળ વચ્ચે ગઠબંધન

તાજેતરમાં શિરોમણી અકાલી દળ અને ભાજપ વચ્ચે ફરી ચૂંટણીલક્ષી ગઠબંધન થયા બાદ પંજાબના રાજકીય સમીકરણોમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે. એક પછી એક વર્તમાન ધારાસભ્યો પક્ષ છોડીને વિરોધી પક્ષોમાં જોડાઈ રહ્યા હોવાથી આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી માટે પડકાર વધી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત