Video: મણિપુરમાં વિસ્થાપિતોની રેલી

સોર્સ: gstv

મણિપુરના ઇમ્ફાલમાં હજારો આંતરિક રીતે વિસ્થાપિત લોકોએ પોતાના મૂળ નિવાસસ્થાને સુરક્ષિત પરત ફરવાની માંગ સાથે રેલી યોજી હતી. કેઇશામપટ જંક્શનથી થાઉ ગ્રાઉન્ડ, થાંગમેઇબંદ સુધી રેલી યોજવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં વિસ્થાપિત લોકોએ ભાગ લીધો હતો. લોકોએ સુરક્ષા સાથે પોતાના ઘરે પરત ફરવાની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી હતી. આ દરમિયાન એપેક્સ કમિટીએ મુખ્યમંત્રીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્ર દ્વારા વિસ્થાપિત પરિવારોની સુરક્ષિત વાપસી માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત