Video: મથુરામાં ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના મથુરામાં દિલ્હી-આગ્રા હાઈવે નજીક રિફાઇનરી વિસ્તારમાં મોટો અકસ્માત સર્જાયો હતો. વેલ્ડિંગની કામગીરી દરમિયાન ઓઇલ ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત