પંજાબમાં કૃષિ મંત્રી અને પૂર્વ મંત્રીની જ ટિકિટ કાપી નાખતા ખળભળાટ! AAPએ જાહેર કરી 31 ઉમેદવારોની બીજી યાદી

પંજાબમાં કૃષિ મંત્રી અને પૂર્વ મંત્રીની જ ટિકિટ કાપી નાખતા ખળભળાટ! AAPએ જાહેર કરી 31 ઉમેદવારોની બીજી યાદી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 (Punjab Assembly Election 2027) ને લઈને આમ આદમી પાર્ટી (AAP) એ તૈયારીઓ તેજ કરી દીધી છે. પાર્ટીએ ગુરુવારે પોતાના 31 ઉમેદવારોની બીજી સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. માઝા, દોઆબા અને માલવા ક્ષેત્રની મહત્વપૂર્ણ વિધાનસભા બેઠકો માટે જાહેર કરાયેલી આ યાદીમાં પાર્ટીએ ઘણા ચોંકાવનારા નિર્ણયો લીધા છે, જેમાં વર્તમાન મંત્રી અને પૂર્વ મંત્રીની ટિકિટ પણ કાપી નાખવામાં આવી છે.

કૃષિ મંત્રી અને પૂર્વ મંત્રીની ટિકિટ કપાઈ

જાહેરાત

આ યાદીમાં સૌથી વધુ ચર્ચા લંબી (Lambi) વિધાનસભા બેઠકની થઈ રહી છે. પાર્ટીએ અહીંથી વર્તમાન કૃષિ મંત્રી ગુરમીત સિંહ ખુડિયાની ટિકિટ કાપી નાખી છે અને તેમના સ્થાને તેમના સંબંધી રણધીર સિંહ ધીરા ખુડિયાને ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત, ખરડ વિધાનસભા બેઠક પરથી પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય અનમોલ ગગન માનને પણ ટિકિટ આપવામાં આવી નથી.

સાંસદો અને પંજાબી અભિનેત્રીને મળી ટિકિટ

આમ આદમી પાર્ટીએ આ યાદીમાં કેટલાક દિગ્ગજ ચહેરાઓ અને સાંસદો પર પણ ભરોસો મૂક્યો છે. પાર્ટીએ સાંસદ ગુરમીત સિંહ મીત હેયરને બરનાલા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. નોંધનીય છે કે તેઓ અગાઉ પણ આ જ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.  હોશિયારપુરના સાંસદ ડૉ. રાજકુમાર ચબ્બેવાલને ફગવાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સોનિયા માનને પણ AAPએ ટિકિટ આપી છે. તેમને અમૃતસર જિલ્લાની રાજા સાંસી વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

વર્તમાન ધારાસભ્યો અને મંત્રીઓની ટિકિટ કાપીને નવા ચહેરાઓ અને સાંસદોને વિધાનસભાની ટિકિટ આપીને આમ આદમી પાર્ટીએ પંજાબના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કર્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત