Video: પંજાબના બર્નાલામાંથી ડ્રગ પેડલરની ધરપકડ, ટ્રકની કેબિનમાંથી 20 કિલો અફીણ જપ્ત કર્યું

સોર્સ: gstv

બર્નાલાના એસપી બાલ કૃષ્ણ સિંગલાએ જણાવ્યું કે, જલંધરના રહેવાસી મંગલ રામ નામના શખ્સ પાસેથી આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે મધ્યપ્રદેશથી આ માલ લાવ્યો હતો અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરતો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં તેની સામે અગાઉ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધાયેલો હતો અને તે છ વર્ષ જેલમાં વિતાવ્યા બાદ દોઢ વર્ષ પહેલા જ મુક્ત થયો હતો. પોલીસે રાજસ્થાન પાસિંગની ટ્રક કબજે કરીને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને સમગ્ર નેટવર્ક અંગે સઘન તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત