Video: હિંમતનગરમાં કોંગ્રેસના સ્નેહમિલનમાં દારૂ અને દૂધ મુદ્દે સરકાર પર પ્રહાર, જિલ્લા પ્રમુખની બાદબાકીથી આંતરિક રોષ

સોર્સ: gstv

હિંમતનગર વિધાનસભા બેઠકના પૂર્વ ઉમેદવાર કમલેશ પટેલ દ્વારા આયોજિત કોંગ્રેસના સ્નેહમિલન સમારોહમાં સાબરકાંઠા જિલ્લા પ્રમુખની બાદબાકી તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મધુસૂદન મિસ્ત્રીની ગેરહાજરીને કારણે સ્થાનિક કાર્યકરોમાં રોષ અને જૂથવાદ જોવા મળ્યો હતો. આ સમારોહમાં ઉપસ્થિત પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને મનહર પટેલે કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સક્રિય થઈ 2027ની વિધાનસભા ચૂંટણી સર કરવા આહ્વાન કર્યું હતું. મંચ પરથી જગદીશ ઠાકોરે પોલીસ તંત્ર પર રાજસ્થાનથી દારૂની ગાડીઓ પાઈલોટિંગ કરી યુવાનોને નશાખોર બનાવવાના ગંભીર આક્ષેપો કરી સામાજિક આંદોલન છેડવાની વાત કરી હતી. બીજી તરફ, લાલજી દેસાઈએ દૂધ સંઘોમાં ભ્રષ્ટાચાર અને પશુપાલકોને પૂરતા ભાવ ન મળતા હોવાનો મુદ્દો ઉઠાવી દૂધ ન મળે પણ દારૂ ઘરે પહોંચે છે તેવા કટાક્ષ સાથે રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત