Video: ભાવનગરમાં પાથુભા ગોહિલના જેલમાં મોત મામલે ક્ષત્રિય સમાજની કેન્ડલ માર્ચ, સોમવારથી રાજ્યવ્યાપી આંદોલન

ભાવનગરમાં પાથુભા ગોહિલના જેલમાં થયેલા મોતના મામલે ક્ષત્રિય સમાજ દ્વારા સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકોએ સર્ટી હોસ્પિટલથી નીલમબાગ સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી હતી. નીલમબાગ સર્કલ ખાતે પહોંચીને ક્ષત્રિય સમાજે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મોટી સંખ્યામાં બેસી રામધૂન બોલાવી હતી. આજે સતત ચોથા દિવસે આંદોલન વધુને વધુ વેગ પકડી રહ્યું છે અને જિલ્લાભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પાથુભા ગોહિલના મોત મામલે મામલતદારોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. આગામી સોમવારથી રાજ્યભરના અનેક જિલ્લાઓમાં આવેદનપત્ર આપીને ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવશે.
જાહેરાત
















