Video: અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના રૂ. ૬.૭૨ લાખના ઉચાપત કેસમાં તત્કાલીન પ્રિન્સિપાલ અને હેડ ક્લાર્કને ૭ વર્ષની કેદ

અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના નાણાકીય ઉચાપત કેસમાં બનાસકાંઠા-પાલનપુરની વિશેષ એ.સી.બી. અદાલતે તત્કાલીન પ્રિન્સિપાલ ડૉકટર મોદનાથ મિશ્રા અને તત્કાલીન હેડ ક્લાર્ક દિનેશ ઉપાધ્યાયને સાત-સાત વર્ષની કેદ તથા પ્રત્યેકને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. વર્ષ બે હજાર આઠ-નવ દરમિયાન ઓડિટમાં અભ્યાસ કેન્દ્રના કમ્પ્યુટર વપરાશના ૬ લાખ ૭૨ હજાર ૪૨૪ રૂપિયા ટ્રસ્ટના ખાતાને બદલે અન્ય ખાતામાં જમા કરાવી અંગત ઉપયોગમાં લેવાની ગેરરીતિ બહાર આવી હતી. આ મામલે વર્ષ બે હજાર નવમાં નોંધાયેલી ફરિયાદ બાદ ચાલેલી ન્યાયિક પ્રક્રિયાના અંતે કોર્ટે બંનેને દોષિત ઠરાવ્યા છે, જ્યારે દંડ ન ભરવા પર વધુ છ માસની સાદી કેદની સજાનો પણ હુકમ કર્યો છે.
જાહેરાત















