Video: ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગ કેસ, ABVPએ મેડિકલ ડીનને આવેદનપત્ર આપ્યું..

વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં સિનિયર તબીબો દ્વારા જુનિયર તબીબોનું રેગિંગ કરવાના મામલે હવે વિદ્યાર્થી સંગઠન ABVP મેદાનમાં ઉતર્યુ છે.. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલા રેગિંગ અને ત્યારબાદ જુનિયર તબીબ દ્વારા આત્મહત્યાના પ્રયાસની ચર્ચાઓ વચ્ચે ABVP જુનિયર તબીબોની વ્હારે આવ્યું છે. સંગઠનના કાર્યકરોએ ગોત્રી હોસ્પિટલના મેડિકલ ડીનને આવેદનપત્ર આપ્યુ..તેમજ ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પણ સરકારમાં એબીવીપી વિદ્યાર્થીઓની વ્હારે આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
જાહેરાત















