Video: ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાંપાંચ વિદ્યાર્થીઓને છ મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિગેટ કરાયા

સોર્સ: gstv

વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગના ગંભીર મામલે એન્ટી રેગિંગ કમિટીની તપાસ બેઠક પૂર્ણ થઈ છે. કોલેજના ડીન ડૉ. વિશાલ પંડ્યાએ જણાવ્યું હતું કે ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, રેગિંગ કરનાર પાંચ વિદ્યાર્થીઓને છ મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિગેટ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓ હોસ્ટેલમાં પ્રવેશી શકશે નહીં, જોકે તેમનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે માટે તેઓ કોલેજમાં અભ્યાસ ચાલુ રાખી શકશે. વધુમાં, ભોગ બનનાર વિદ્યાર્થી ઈચ્છે તો કાયદેસરની કાર્યવાહી કરી શકે છે અને જરૂર પડ્યે કોલેજ પ્રશાસન આ સમગ્ર તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારને પણ સોંપશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત