Video: અંબાજી સરકારી હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરીનો વીડિયો દર્દીની સંમતિથી બનાવ્યો હોવાનો ડોક્ટરનો દાવો

સોર્સ: gstv

બનાસકાંઠાના અંબાજી સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં સિઝેરિયન ડિલિવરીનો વીડિયો વાયરલ થતાં સર્જાયેલા વિવાદમાં હવે ડૉક્ટર અને દર્દી બંને મીડિયા સમક્ષ આવ્યા છે. ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર કિંજલ પરીખે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે દર્દીની સંમતિથી દુર્લભ અને ગંભીર પ્રસૂતિના કેસનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. અંદાજે 80 હજારમાં એક વખત જોવા મળતા આવા કેસની જાણકારી અને અંબાજી હોસ્પિટલની આરોગ્યસેવા લોકો સુધી પહોંચાડવાનો હેતુ હતો. બીજી તરફ દર્દી ગમાર દિશાબેને પણ વીડિયો પોતાની સંમતિથી બનાવાયો હોવાની વાત કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત