Video: કાર્તિકી પૂનમે અંબાજી મંદિર ભક્તિમય માહોલમાં રંગાયું, ભક્તોની ભારે ભીડ

કાર્તિકી પૂનમે અંબાજી મંદિર ભક્તિમય માહોલમાં રંગાયું હતું. વહેલી સવારથી જ મંગળા આરતીમાં જોડાવા અને માતાજીનાં દર્શન કરવા ભક્તોની લાંબી લાઇનો લાગી હતી. સિદ્ધિ વિનાયકની આરતી બાદ માતાજીની મંગળા આરતી શરૂ થઈ હતી, જેમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, ધારાસભ્ય અમિત શાહ અને કૌશિક જૈન પણ જોડાયા હતા. શક્તિદ્વાર સુધી ભક્તોની કતારો જોવા મળી હતી અને 'બોલ મારી અંબે, જય જય અંબે'ના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. રંગબેરંગી ફૂલોથી સજાવાયેલા મંદિરમાં દિવાળી અને વેકેશનને કારણે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ દર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે ચાચર ચોકમાં સેવાભાવી લોકો દ્વારા ભક્તો માટે નિઃશુલ્ક ચાની વ્યવસ્થા પણ કરાઈ હતી.
જાહેરાત













