Video: ભરૂચની જામા મસ્જિદ મિલકત વિવાદ વકર્યો, પ્રોપર્ટી કાર્ડમાંથી ખાનગી ટ્રસ્ટીઓના નામ દૂર કરવા રેલી યોજાઈ

ભરૂચની પ્રાચીન અને ઐતિહાસિક જામા મસ્જિદની મિલકતને લઈને વિવાદ વધુ વકર્યો છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા હેઠળની આ રાષ્ટ્રીય સંરક્ષિત મિલકતના પ્રોપર્ટી કાર્ડમાં ખાનગી મુસ્લિમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓનાં નામ નોંધાયેલા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ કથિત ગેરરીતિના વિરોધમાં સંત સમિતિની આગેવાનીમાં શક્તિનાથથી વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં હિન્દુ, જૈન અને મહાનુભાવ પંથના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રાષ્ટ્રીય ધરોહરનું રક્ષણ કરવા, પ્રોપર્ટી કાર્ડમાંથી ખાનગી ટ્રસ્ટીઓનાં નામ તાત્કાલિક રદ કરવા અને સરકારી મિલકત સુરક્ષિત રાખવા કડક કાનૂની પગલાં ભરવાની માંગણી કરી છે.
જાહેરાત














