Video: સાબરકાંઠામાં પોલીસે પોલીસને જ દંડ્યા, નિયમભંગ કરતી પોલીસની ગાડીઓને ટ્રાફિક પોલીસે મેમા ફટકાર્યા

સાબરકાંઠાના હિંમતનગરમાં ટ્રાફિક પોલીસે કાયદો સૌના માટે સમાન હોવાનું ઉદાહરણ પૂરું પાડતા ખુદ પોલીસ કર્મચારીઓના વાહનો સામે જ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે હિંમતનગર એ ડિવિઝન અને બી ડિવિઝન સહિતના પોલીસ સ્ટેશન પરિસરમાં જઈને ટ્રાફિક નિયમોનો ભંગ કરતી પોલીસની ગાડીઓને મેમા આપ્યા હતા. આ ઝુંબેશ અંતર્ગત નંબર પ્લેટ વગરની, બ્લેક ફિલ્મ ધરાવતી તેમજ વિવિધ લખાણો લખેલી પોલીસની ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ તંત્રની આ નિષ્પક્ષ અને સરાહનીય કામગીરીને સ્થાનિક નાગરિકોએ પણ આવકારીને બિરદાવી છે.
જાહેરાત















