Video: દાહોદના વાસીયા ગામે કેબિનેટ મંત્રીની મુલાકાત

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાસીયા ગામે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની મુલાકાત દરમિયાન ઉમંગભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંપરાગત ઢોલ-શરણાઈ અને આદિવાસી લોકનૃત્ય સાથે ગ્રામજનો દ્વારા મંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે વાસીયા ગામના કબીર મંદિરમાં સેવા-પૂજા અને આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંત્રીશ્રીએ કબીર મંદિર ખાતે આદિવાસી સમાજના આગેવાનો અને મહિલાઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ખાટલા બેઠક યોજી આત્મીય ચર્ચા કરી હતી. આ ઉપરાંત, વાસીયા ગામે કિશોરભાઈ વસૈયાના નિવાસસ્થાને ગ્રામજનો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લોકપ્રિય કાર્યક્રમ 'મન કી બાત' પણ નિહાળ્યો હતો.
જાહેરાત













