Video: જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ખંડણીની ધમકી, સાયબર ફ્રોડ અંગે લોકોને કર્યા સાવચેત

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ફોન પર ત્રણ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવતા ચકચાર મચી છે. ખંડણી ન આપે તો બનાવટી ચલણી નોટોના કેસમાં ફસાવી દેવા તેમજ ધારાસભ્ય અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધારાસભ્યના જણાવ્યા મુજબ, બે દિવસ અગાઉ પણ તેમની સાથે 10 હજાર રૂપિયાની ઠગાઈ કરવાનો પ્રયાસ થયો હતો. આ મામલે તેમણે લોકોમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ આવે તે હેતુથી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જાહેરાત
















