Video: વડોદરાના કારેલીબાગમાં કિયા કારનો ગમખ્વાર અકસ્માત, પોલ સાથે અથડાયા બાદ ચાલક ફરાર

સોર્સ: gstv

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મંગલ પાંડે રોડ પર પૂરપાટ ઝડપે આવતી કિયા કાર લાઈટના પોલ સાથે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારના બંને એરબેગ ખૂલી ગયા હતા અને કાર રસ્તો ઓળંગીને બીજા રોડ પર પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ કારચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. કાર વડોદરાના સ્થાનિક નાગરિકની હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. બેફામ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જી ફરાર થયેલા ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત