VIDEO: વડોદરાના ભીલાપુરમાં સસ્તા અનાજની દુકાનમાં કૌભાંડ, BJP સદસ્યે રેઇડ પાડી ભાંડો ફોડ્યો! ખામીઓ છતાં સંચાલકનો લૂલો બચાવ!
Scam in cheap grain shop in Bhilapur, Vadodara, BJP member raided and broke the pot! Despite the shortcomings of the manager's defense! | વડોદરા જિલ્લાના ડભો

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોની રજૂઆત બાદ જિલ્લા પંચાયત સભ્ય ભાવેશ પટેલે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. લાભાર્થીઓને પાવતી આપ્યા વગર અનાજ વિતરણ, કલાકો સુધી રાહ જોવડાવવી અને વજન પ્રક્રિયામાં અનિયમિતતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સ્થળ તપાસ દરમિયાન અનેક ખામીઓ જોવા મળી હોવાનું ભાવેશ પટેલે જણાવ્યું હતું. તેમણે નિષ્પક્ષ તપાસની માંગ સાથે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.




